19 જેના મુખમાં રામનું નામ નથી


જેના મુખમાં રામનું નામ નથી
એવા દુરીજનનું અહીં કામ નથી,

જેને હરી કીર્તન માં પ્રેમ નથી
એને શ્રી હરી કેરી રહેમ નથી,

જેને સંત સેવા માં તાન નથી
એને આ જગમાં અહી માન નથી,

જેની સેવામાં શાલીગ્રામ નથી
એને વૈકુંઠમાં વિશ્રામ નથી,

જેને ખરા ખોટાનું ભાન નથી
તે સમજ્યા ખરા પણ શાન નથી,

જેના રુધીયા માં પ્રભુ રામ નથી
તેને સંસાર માં સુખધામ નથી,

જેના ઘરમાં નીતિ કે ધર્મ નથી
તેના ઘરમાં કશોએ મર્મ નથી,

જેના મુખમાં રામનું નામ નથી
એવા દુરીજનનું અહી કામ નથી


Leave a Reply

Your email address will not be published.