જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથાજીની માયા
જેવી મોગરાની માળા એવા શ્રીનાથજી રૂપાળા
જેવા જમુનાજીના પાણી એવી શ્રીનાથજીની વાણી
જેવા સુરજ નભમાં રાજે એવા શ્રીનાથજી બિરાજે
જેવી કદમ કેરી છાયા
જેવી વર્ષો જગને રંગે એવા શ્રીનાથજી સૌ સંગે
જેવા તુશાર બિંદુ ચમકે એવા શ્રીનાથજી તો દમકે
જેવી ફૂલતની ફૂલવાડી એવા શ્રીનાથજી સુખકારી
જેવો ઇન્દ્ર ધનુષ સતરંગી એવા શ્રીનાથજી મનરંગી
જેવી કદમ કેરી છાયા
જેવા કેસરિયા કેસુડાં એવા શ્રીનાથજી છે રૂડા
જેવી જરમર જરમર હેલી એવી શ્રીનાથજીની હવેલી
જેવી ચંદ્ર કીરનણની સાતા એવા શ્રીનાથજી છે દાતા
જેવા નટખટ નંદના લાલા એવા શ્રીનાથજી સૌના વાલા
જેવી કદમ કેરી છાયા