19 દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ


દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે.
તમે મને માયા લગાડી મારા વાલા,
તમે મને માયા લગાડી રે,
દ્વારકાનો નાથ મારો રાજા….

રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે
એણે મને માયા લગાડીરે
માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે
એણે મને માયા લગાડીરે
દ્વારકાનો નાથ મારો રાજા….

ગોવાળોને વાલો મારો ગિરધર ગોપાલ છે
એણે મને માયા લગાડીરે
માલધારી ને વાલો મારો ગિરધર ગોપાલ છે
એણે મને માયા લગાડીરે
તમે મને માયા લગાડી મારા વાલા
તમે માયા લગાડી રે
દ્વારકાનો નાથ મારો રાજા….

સુદામાનો મિત્ર મારો રાજા રાજા રણછોડ છે
એણે મને માયા લગાડીને
ભક્તોને વાલો મારો ગિરધર ગોપાલ છે
એણે મને માયા લગાડીરે
તમે મને માયા લગાડી મારા વાલા
તમે મને માયા લગાડી રે
દ્વારકાનો નાથ મારો રાજા….

જશોદાનો બાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડીરે
નંદજીનો લાલો મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડીરે
દ્વારકાનો નાથ મારો રાજા….

ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડીરે
ડાકોરનો ઠાકોર મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડીરે
શ્યામે મને માયા લગાડી રે
મોહને મને માયા લગાડી રે


Leave a Reply

Your email address will not be published.