20 અમી ભરેલી નજર રાખો


અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રીનાથજી 
દર્શનાપો દુ:ખડા કાપો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર રાખો

ચરણ કમળમાં શીશ નમાવું વંદન કરું હું શ્રીનાથજી
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી 
અમી ભરેલી નજર રાખો

હું દુઃખીયારો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી 
આશીષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર રાખો

તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી
બની સુકાની પાર ઊતારો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર રાખો
 
ભકતો તારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી 
મુજ આંગણમાં વાસ તમારો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર રાખો

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.