20 કૃષ્ણજીના નામની તુ લૂટ લુટીલે


કૃષ્ણજીના નામની તુ લૂટ લુટીલે,
શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરીલે..

ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે,
ગીરીને ધરીને ગીરીધર કહાવે.
ગોકુળના નાથનું તુ નામ રટીલે,
શ્રીજીના ચરણે જઈ બેડો પર કરીલે
કૃષ્ણજીના નામની…

હો દિવ્ય સ્વરૂપ આંનદના સાગર શ્રીનાથજી,
મેહ જે વરસાવે એ શ્રી હર્ષ શ્રીનાથજી.
પ્રેમ ને આંનદના તુ રસ રસીલે,
શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરીલે.
કૃષ્ણજીના નામની…

શ્રીજી નામ રટતા મનના દુઃખદુ ર થાય,
નિત્ય હરી જોતા જીવ તરી જાય.
હિતકારી શ્રીજીને પ્રણામ કરીલે,
શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરીલે
કૃષ્ણજીના નામની…


Leave a Reply

Your email address will not be published.