જમો થાળ જીવન જાઉં વારી
ધોવું કર ચરણ કરો ત્યારી
જમો થાળ જીવન જાઉં વારી
બેસો મેલીયા બાજોઠિયા ઢાળી
કટોરા કંચન ની થાળી
જળે ભરીયા ચંબુ ચોખાળી,
જમો થાળ…
કરી કાઠા ઘઉંની પોળી,
મેલી રત સાકર માં બોળી
કાઢ્યો રસ કેરીનો ઘોળી,
જમો થાળ…
ગળીયા સાટા ઢેબર ફૂલવડી,
દૂધ પાક માલ પૂવા કઢી
પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી,
જમો થાળ…
અથાણાં શાક સુંદર ભાજી,
લાવીછું હું તરત કરી તાજી
દહીં ભાત સાકર છે જાજી,
જમો થાળ…
ચળું કરો લાવું હુ જળઝારી,
એલચી લવિંગ સોપારી
પાન બીડી બનાવી સારી,
જમો થાળ…
મુખવાસ મનગમતાં લઈ ને,
પ્રસાદી થાળ તણી દઈને
ભૂમાનંદ કહે રાજી થઈને,
જમો થાળ…