21 કાનુડો કાળો કાળો રાધા છે


કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી
છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી
કાનુડો કાળો કાળો રાધા….

મન વશ કરીને જોતા, શુદ્ધ પ્રેમ જાખી થાયે
(અજ્ઞાની જીવ જાયે…2), જ્યાં મનડું જય દોરી
કાનુડો કાળો કાળો…

છે પ્રેમ સર્વ વ્યાપી, વહમી જનો શું જાણે
(અજ્ઞાની ને અનાડી..2), ઊંઘણશી ને અઘોરી
કાનુડો કાળો કાળો…

ઘાયલ ગતિને ઘાયલ, જે હોય તેજ જાણે….2)
(પ્રીતિ કરોતો એવી…2) જેમ ચંદ્ર ને ચકોરી
કાનુડો કાળો કાળો…


Leave a Reply

Your email address will not be published.