ભાઇ તું સમરી લે શ્રી રામ,
બીજું કોઇ નહી આવે કામ
પુત્ર પત્ની દાસ દાસીયું,
ધરા સુંદર ધામ,
ભજ્યા વિણ ભગવાનને,
તુચ્છ લાગે તમામ
સમરી લે શ્રી રામ
તુરંગ તેજી ભર્યા તબેલા,
સેવક કરે સલામ,
કોશ ભરેલા કંચન કેરા,
નામ વિણ નકામ
સમરી લે શ્રી રામ
જોબન જાશે, જરા આવશે
,ઉંઘ ના વે આરામ,
પીડા મંડાશે પીડવા ત્યારે,
ચુંથાઇ જાશે ચામ
સમરી લે શ્રી રામ
પ્રાણ જાય કદી પાધર તારા,
ગામમાં આવવા દે ન ગામ,
આલા અહોનિશ રટ્યા કરીએ,
રામ રામ ને રામ
સમરી લે શ્રી રામ