22 અરજી અમારી સુણો શ્રીનાથજી 


હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી 
લઈ જાજે તારા ધામમાં, હાંરે વહાલા
 
હાંરે મારા અંત સમયના બેલી 
હાંરે હવે મેલો નહિ હડસેલી 
હાંરે હુંતો આવી ઊભો તમદ્વારે શ્રીનાથજી
લઈ જાજે તારા ધામમાં
હાંરે વહાલા
 
હાંરે નાથ કરુણા તણા છો સિંધુ 
હાંરે હું તો યાચું છું એકજ બિંદુ 
હાંરે એક બિંદુમાં નહિથાય ઓછું શ્રીનાથજી 
લઈ જાજે તારા ધામમાં
હાંરે વહાલા
 
હાંરે મારું અંતર લેજો વાંચી.
હાંરે નથી મેંદીમાં લાલી લખાતી 
હાંરે પાનેપાને એ પ્રસરી જાતી શ્રીનાથજી 
લઈ જાજે તારા ધામમા
હાંરે વહાલા

હાંરે તને સમજુને શું સમજાવું 
હાંરે કહે તો અંતર ખોલીને બતાવું 
હાંરે તારા ભકતોને એક જ આશ શ્રીનાથજી 
લઈ જાજે તારા ધામમાં
હાંરે વહાલા

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.