હારે દાણ માગે, કાનો દાણ માગે,
હારે તારી મોરલીમાં વેણું નાદ વાગે,
કાનુડો દાણ મા…
હારે કાન કિયા મુલકનો સુબો,
હારે મારા મારગ વચ્ચે આવી ઉભો,
કાનુડો દાણ મા…
હારે કાન કિયા મુલકનો રસિયો,
હારે મારા મારગ વચ્ચે આવી વસિયો,
કાનુડો દાણ માગે…
હારે કાન કિયા મુલકનો દાણી,
હારે મારી નવરંગ ચુંદડી તાણી,
કાનુડો દાણ માગે…
હારે કાંન જળ જમુનાજીના આરે,
હારે એમાં કોણ જીતે ને કોણ હારે,
કાનુડો દાણ માગે…
હારે કાન નથી સાકર નથી મેવા.
હારે ખાટી છાશમાં આવ્યો શું લેવા,
કાનુડો દાણ માગે…
હારે દાસ માધવદાસ ના સ્વામી,
હારે હુતો તમ પર જાઉં વારી,
કાનુડો દાણ માગે…