અમે મૈયારા રે ગોકુલ ગામના,
મારે મહી વેચવાને જાવા,
મૈયારા રે ગોકુલ ગામના….
અમે મૈયારા…
મથુરા ને વાટે મહી વેચવાને જાવા
નટખટ નંદ કિશોર માંગે છે દાણલા
મારે દાણ દેવા ને લેવા
મૈયારા રે ગોકુલ ગામના….
અમે મૈયારા…
માવડી જશોદા કાનજીને વારો
દુખડા દિયે હજાર નંદજીનો લાલો
મારે દુખ સહેવાને કેવા,
મૈયારા રે ગોકુલ ગામના….
અમે મૈયારા…
જમુનાને નીર કાન વાંસળી વગાડતો
ભુલાવે સાન ભાન ઊંઘ થી જગાડતો
મારે જાગી જોવા ને જાવા
મૈયારા રે ગોકુલ ગામના….
અમે મૈયારા…