23 આજ યમુનાજી પધાર્યા મારે


આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે,
આજ આનંદની લહેર, આજ આનંદની લહેર,
આજ માએ કરી પુરી મહેર રે
આજ આનંદની

સોના સૂરજ આજ ઉગ્યો આંગણીયે,
યમુનાજી પધાર્યા મારે ઉરને બારણીયે,
હાં રે મારા હૈયામાં હરખ ન માય રે
આજ આનંદની

તોરણ પતાકા મેં તો બાંધ્યા બારણીયે,
કુમકુમના ચોક પૂર્યા યમુના કારણીયે,
હાં રે હું તો ફૂલડાં ધરાવું ઠેર ઠેર રે
આજ આનંદની

યમુનાજીને નિરખી મારી આંખો હરખાય છે,
મંગળ ગીતો મારી મંડળીઓ ગાય છે,
હાં રે વાગે શરણાઈનાં સુર રે
આજ આનંદની

સત્સંગ ગંગામાં ન્હાવા સૌ પડીયા,
જન્મો જનમના પાપો સૌ ટાળીયા,
હાં રે આજ મટી ગયા ચોરાસીના ફેરા રે
આજ આનંદની

માખણને મિસરી માને ધરાવશું,
યમુના જળની ઝારી ભરાવશું,
હાં રે માં ની ગોપીયોને રોજ લીલા લહેર રે
આજ આનંદની

‘માધવદાસ’ના સ્વામી શામળીયા,
જન્મો જનમના પૂણ્ય જ ફળીયા,
હાં રે અમને આપો શ્રી વ્રજમાં વા
આજ આનંદની


Leave a Reply

Your email address will not be published.