જલારામ વસે વીરપુરમાં રે.
હે તમે દર્શન કરી લેજો સંતના રે.
જલારામ વસે વીરપુરમાં રે.
માંનતાવો લઇ સૌ આવે છે.
હે એવો પરસાદ સંતને ધરાવે છે.
જલારામ વસે વીરપુરમાં રે.
ટુકડાથી હરી છે ઢુંકડો રે.
હે બાપા ભક્તો ને સમજાવે છે.
જલારામ વસે વીરપુરમાં રે.
રંકરાય સમાન સૌ જોવા મળે.
અહી નાતજાત નો જોવો ભેદરે ટાળી.
જલારામ વસે વીરપુરમાં રે.
ક્હે કિશોર નમો સંત ચરણે રે
હે બાપા વસે સેવકના મનમાં રે.
જલારામ વસે વીરપુરમાં રે.