કાન તારી મોરલીએ
મોહીને ગરબો ઘેલો કીધો
એવા સરવર સાદની રેમાજમ રાતની
જીરે મોરલી ક્યારે રે વાગી…
કાન તારી મોરલીએ..
હેં…કાન તારી મોરલીએ
મોહીને રોતા બાળ મેલ્યા
એવા સરવર સાદની રે માજમ રાતની
જીરે વિજોગણ ક્યારે રે વાગી…
કાન તારી મોરલીએ..
હૈં…કાન તારી મોરલીએ
મોહીને મા ને બાપ મેલ્યા
એવા સરવર સાદની રે,માજમ રાતની
જીરે વાંસલડી ક્યારે વાગી.
કાન તારી મોરલીએ…