25 વિનવું રે તમને ધન્ય શ્રીયમુનામા


વિનવું રે તમને ધન્ય શ્રીયમુનામા,
કૃપાળુ યમુનાજીમાં
દાસીને દર્શન દેજો મોરી મા

નિરને રે વળી ધીર રે ગંભીરમા,
મહામધ્ય દરીયો ભરીયો મા
દૈવી જીવને કારણ વ્રજમાં વસિયા મોરી મા
વિનવું રે તમને.

કરમા રે લીધી કમળની માળા મા
ધીમે પગલે ચાલ્યા મા
શ્યામ સુંદરના કંઠમાં રોપવા ચાલ્યા મોરી મા
વિનવું રે તમને

સૂરજ દેવતાના દિકરી રે યમનાજીમા
યમરાજાનાં બેની મા,
વિરને વચને બાંધી અધમ ઉધાર્યા મોરી મા
વિનવું રે તમને

બેઉ કર જોડી કરું રે વિનંતી મા,
વ્રજમાં વાસ દેજો મા,
નિકુંજમાં લેજો અમને તાણી મોરી મા
વિનવું રે તમને

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.