26 રૂડીને રંગીલી રે વાલા તારી


રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ,
મીઠી મધુરી રે વાલા તારી મોરલી રે લોલ,
રૂડીને રંગીલી રે…

વાંસલડી મારે મંદિરીયે સંભળાય જો,
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસરી રે લોલ,
રૂડીને રંગીલી રે…

બેડા તે મેલ્યા કાંઈ માન સરોવરની પાળ રે
ઇંઢોણી વળગાડી રે આમ્બલિયાની ડાળીયે રે લોલ,
રૂડીને રંગીલી રે…
વાગે તારા ઝાંઝરનો જણકાર જો,
હળવે હળવે હાલો રાણી તમે રાધિકા રે લોલ,
રૂડીને રંગીલી રે…

ગોપી હાલ્યા વનરાતે વનની મોજાર જો.
સાસુડી હઠીલી રે નંણદલ મેણા બોલશે રે લોલ.
રૂડીને રંગીલી રે…

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો,
પાહે મેતો દીઠા રે કામણગારા કાન ને રે લોલ,
રૂડીને રંગીલી રે…


Leave a Reply

Your email address will not be published.