27 જય જય મહારાણી યમુના


જય જય મહારાણી યમુના,
જય જય પટરાણી યમુના,
સુંદર સતવાદી નાર,
તપ કરી પ્રભુને આરધિયા,
પ્રીતે પરણ્યા મોરાર
જય જય મહારાણી યમુના

સૂરજ દેવતાની દીકરી,
વેદ પુરાણે વખાણ;
ભાઇને વ્હાલી રે બેનડી,
પસલી આપી છે સાર
જય જય મહારાણી યમુના

રૂપે રૂડાં જળ શામળાં,
વેગે ચાલે ગંભીર
તીરે તીરંગ ઓપતા,
વ્રજ વધ્યો વિસ્તાર
જય જય મહારાણી યમુના

ચણીયાચોળી ને ચૂંદડી,
ઉર પર લટકંતો હાર
કંકણ કુંડલ ને ટીલડી,
સજા માએ સોળે શૃંગાર
જય જય મહારાણી યમુના

વૃંદાવન વીંટાઇ રહ્યાં,
મથુરા જળ સ્થળ આધાર
ગોકુળ મહાવન પાસે વસ્યાં,
વહાલો મારો નંદકુમાર
જય જય મહારાણી યમુના

જળ જમુનાનાં ઝીલતાં,
તૂટ્યો નવસરો હાર
મોતી સર્વે વેરાયાં,
હીરલો લાગ્યો છે હાથ
જય જય મહારાણી યમુના

સમઘાટ,શ્યામઘાટ ઠકરાણીઘાટ,
બીજા ઘાટ અપાર
અજાણે અધર્મી હાઇ ગયો,
તેનો માએ કર્યો ઉદ્ધાર
જય જય મહારાણી યમુના

અટ્ટાવીશ કુંડ ઉજ્વળ થયા,
ભાઇનો ભાંગ્યો ભણકાર
પરાક્રમે ગેલ ચલાવિયાં,
વ્રજમાં કીધો વિસ્તાર
જય જય મહારાણી યમુના

નાય ગાય પયપાન જે કરે,
તેને જમનો નહિ ભણકાર
કર જોડી કહે ‘હરિદાસ’,
નાજો તમે વારંવાર
જય જય મહારાણી યમુના


Leave a Reply

Your email address will not be published.