મારા સહજાનંદ સુજાન,
જાવું તારે વારણિયે
તમે છો મારા જીવન પ્રાણ,
આવી ઊભી બારણિયે
મારા સહજાનંદ સુજાન
આવી વસ્યું છે મારે અંતરે રે,
વાલા રૂપ અલૌકિક તારું
છેલ છબીલું તારું છોગલું રે,
મુને પ્રિતમ લાગે પ્યારું
મારા સહજાનંદ સુજાન
સુભગ સોના કેરાં સાંકળાં રે,
માંહે ચુની રતન જડાવું
નવલ રંગીલા મારા નાથજી રે,
હું પ્રેમે કરીને પેરાવું
મારા સહજાનંદ સુજાન
ફૂલ તણી રે માળા ફૂટડી રે,
વારી પ્રાણજીવન તમે પેરી
બ્રહ્માનંદના વાલમા રે,
મારા લાડકડા રંગ લેરી
મારા સહજાનંદ સુજાન