જોઈ મૂરતિ મનોહર તારી,
માવા રે મારાં નેણાં લોભાણાં
જોઈ મૂરતિ મનોહર
મોળીડા ઉપર નવલ કલંગી,
શોભે છે અતિ સારી
માવા રે મારાં નેણાં લોભાણાં
હેત કરીને હૈડાની ઉપર,
માળા મોતીડાંની ધારી
માવા રે મારાં નેણાં લોભાણાં
અતિ રે શોભે છે છાતી ઊપડતી,
ચાલ જગતથી ન્યારી
માવા રે મારાં નેણાં લોભાણાં
બ્રહ્માનંદ કહે આ છબી ઉપર,
સર્વસ્વ નાખું વારી
માવા રે મારાં નેણાં લોભાણાં