30 નાથ શ્રીનાથજીને સંગ


નાથ શ્રીનાથજીને સંગ
આ જીવ જેનો જોડાય
શ્રીજી જીવ જેનો જોડાય
ચિત્ત ચરણમા જઈ રમે
એવુ જીવન સુધરી જાય,
શ્રીનાથજી પૃષ્ટીમાર્ગ પરખાય,
પૃષ્ટીમાર્ગ પરખાય
નાથ શ્રીનાથજીને સંગ આ

સાગર જળ સંસારના,
એતો ઘુઘવે કાલ કળા
જીવ મસ્યને જાલવા
કાળ નાખતો જાળ
શ્રીનાથજી કોણ રાખે સંભાળ,
કોણ રાખે સંભાળ
નાથ શ્રીનાથજીને સંગ આ

ડરી ડરી દુર ભાગતા
એ જાળ મહી જકડાય
એ જ બચે એ જે માછીના
પગ પાસે રમતા,
શ્રીનાથજી સત્ય હવે સમજાય
સત્ય હવે સમજાય
નાથ શ્રીનાથજીને સંગ આ

હરી ચરણે વિશ્રામ છે,
હરી ચરણે આરામ
હરીભક્ત લેતા રહે
શ્વાસ શ્વાસ હરી નામ
શ્રીનાથજી વૈકુઠ ધામમા જાય
વૈકુઠ ધામમા જાય
નાથ શ્રીનાથજીને સંગ આ


Leave a Reply

Your email address will not be published.