30 લગાડી તેં પ્રીતિ લાલ રે


લગાડી તેં પ્રીતિ લાલ રે
લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી.
લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી.

પ્રીતમ માર્યાં પ્રેમનાં, તમે તીખાં તીખાં બાણ
જોતાં તમને જાદવા, થયા પરવશ મારા પ્રાણ રે
પ્રીતલડી તો લગાડી

વા’લી ભ્રૂકુટી વાંકડી, વહાલાં લાગે છે સુંદર વેણ
નટવર તમને નીરખવા, મારાં નાંખે છે ઝડપું નેણ રે
પ્રીતલડી તો લગાડી…

હાર હજારી પહેરિયો, નેણુંનો નજારો જોર
બ્રહ્માનંદ હૈડે વસ્યા, કોડીલો ધર્મકિશોર રે
પ્રીતલડી તો લગાડી


Leave a Reply

Your email address will not be published.