32 પારણીયું બંધાય જશોદાજી ગાય


પારણીયું બંધાય, જશોદાજી ગાય,
લાલો મારો પારણીયામાં ક્યારે પોઢી જાય

મારા લાલાને હિંચકે ઝુલાવું,
હું તો ગીત મધુરા ગાઉં
એના હૈયામાં મારે સમાવું,
મારા હૈયામાં તેને સમાવું
એનુ મુખડુ લાલન લાલ,
એના ગુલાબી છે ગાલ
કેવો સુંદર સોહાય….પારણીયું

હું તો ઈચ્છુ કે જલ્દીના એને
કોઈ રમાડવા ના માંગે
એને બાંધ્યો છે ફાળે ધાગે,
એને કોઈની નજર ના લાગે
મારો લાલો કરમાય,
એતો જોયુ નવ જાય….૨
મારૂ દિલડુ દુભાય…….પારણીયું

મારો લાલો જયારે મોટો થાશે,
ત્યારે ગાયો ચરાવાને જાશે
હુ તો મોટો કરુ એ આશે,
મારૂ નામ અમર ગવાશે,
પુનિત પ્રેમામૃત પાય,
કૃષ્ન ભક્તવારી જાય…..૨
એતો વારે વારે ગાય..પારણીયું


Leave a Reply

Your email address will not be published.