સહજાનંદ સ્વામી અંતરયામી,
મૂરતિ મનોહર મારા શ્યામની રે
મુને તાળી લાગી છે ઘનશ્યામની રે
સુંદર શામળા હૃદયે બિરાજો,
છોગલાવાળા છેલ
છેલ છબીલા રંગના રેલા,
કેસર ભીના મારા કા’નજી રે
મુને તાળી લાગી છે ઘનશ્યામની રે
સોળે ચિહ્ન સહિત શોભે,
ચરણકમળની જોડ,
તેમાં અમારું ચિત્તડું રે લાગ્યું મેં તો,
ફિકર છોડી સારા ગામની રે
મુને તાળી લાગી છે ઘનશ્યામની રે
ધર્મકુંવર ઘનશ્યામજી રે મારા,
પ્રાણતણા આધાર
નિષ્કુળાનંદ કહે નાથજી દેજો મુને,
કુંચી અક્ષરધામની રે
મુને તાળી લાગી છે ઘનશ્યામની રે