33 આરતી શ્રીનાથજીની મંગળા કરી


આરતી શ્રીનાથજીની મંગળા કરી,
પ્રભુ મંગળા કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી,
શંખ વાગ્યા શ્રીનાથજી જાગ્યા…2,
ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

નિરખતા મુખારવિંદ…૨,
સોચના ટળી પ્રભુ સોચના ટળી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

વસ્ત્ર અંગીકાર કર્યા…૨,
જાર જી ભરી પ્રભુ જારીજી ભરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

માથે મુગટ કાને કુંડળ…૨,
મોરલી ધરી મુખે મિરલી ધરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

ધનન ધનન ઘંટ વાગે…૨,
ઝાલરો ધણી પ્રભુ ઝાલરો ધણી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

તાલને મુદંગ વાગે…૨,
વેણું વાંસળી વાગી વેણું વાંસળી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

દાસ જાણીને દર્શન દેજો..૨,
દયા તો કરી પ્રભુ કૃપા તો કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

પ્રભુ મને અભય પદ આપો…૨,
તમારી કરી પ્રભુ પોતાની કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

નમી નમીને પાયે લાગુ..૨,
અંતરમા ધરી પ્રભુ અંતરમા ધરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…


Leave a Reply

Your email address will not be published.