33 વલ્લભ કુળના વાલા શ્રીનાથજી


વલ્લભ કુળના વાલા શ્રીનાથજી,
શ્રી ગોવર્ધન નાથરે.
હું અબળામતી મંદને,
તોયે મારો જાલ્યો હાથ રે
વલ્લભકુળના વાલા….

લાલ કમળ દળ લોચન ખોલી,
વરસાવી રસધાર રે
મધુરું મુખડું મલકાવીને,
આંખડી કીધી ચાર રે
વલ્લભકુળના વાલા…

ભાન રહ્યુના મુજને ત્યારે,
ભૂલી ઘરને બાર રે
વદન કમળ શ્રીજીનું નીરખી,
પામી પુષ્પનુ સારરે
વલ્લભકુળના વાલા…

લગની એવી મનમાં લાગી,
કહયું મેં જુગદા ધાર રે
શ્રીજી ઓ સાવરિયા સ્વામી,
આવી છુ તમ દ્વારરે
વલ્લભકુળ ના વાલા…

શ્રાવણીને નિજ સેવાનો,
આપ્યો કઈ અધિકાર રે
વૈષ્ણવ જનનું જીવન સેવા,
એ હુ પામી સાર રે
વલ્લભકુળ ના વાલા…


Leave a Reply

Your email address will not be published.