35 માધવ રે મારે ઘેર આવો


માધવ રે મારે ઘેર આવો,
મારે ઘેર આવો,
હસીને બોલાવો

શોભિતા શણગાર સજીને,
બાંધી જરકસી પાઘ
કેસર કેરી આડ કરીને,
જીવન જોયા લાગ
માધવ રે મારે ઘેર આવો

મંદિરીએ આવો મોહનજી,
જોયાની છે ખાંત
મળવાનું પણ છે મારા મનમાં,
કહેવી વાત એકાંત
માધવ રે મારે ઘેર આવો

અલબેલા આંખલડીમાં રાખું,
નાંખું વારીને પ્રાણ
પ્રેમાનંદ કહે પલક ન મેલું,
રસિયા ચતુર સુજાણ
માધવ રે મારે ઘેર આવો


Leave a Reply

Your email address will not be published.