કાનુડો શું જાણે મારી પ્રિત
બાઈ અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે…
જળ રે જમુનાના અમે ભરવાને ગ્યાતા વાલા
કાનુડે ઉડાડ્યા આછા નીર,
કે નીર ઉડ્યા ફ૨૨૨ રે…..૨
કાનુડો શું જાણે..
વૃંદા રે વનમાં વાલે રાસ રચ્યા છે વાલા,
સોળસો ગોપીના તાણ્યા ચીર
ચીર ફાટ્યા ચર૨૨ રે….૨
કાનુડો શું જાણે..
જમુનાને કાઢે વાલો ગોધણ ચારે રે
વાંસળી વગાડી ભાગ્યા ઢોર
કે ઢોર ભાગ્ય હ૨૨૨૨ રે…૨,
કાનુડો શું જાણે.
હું વરણાગી કાના તમારા રે નામની વાલા,
કાનુડે માર્યા છે અમને તીર,
તીર વાગ્યા અરરર રે…ર,
કાનુડો શું જાણે..
બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર વાલા,
કાનુડે બાળીને કીધા ખાક,
રાખ ઉડી ખર૨૨ રે….૨,
કાનુડો શું જાણે..