37 મારે મંદિરે પધાર્યા શ્યામ


મારે મંદિરે પધાર્યા શ્યામ થઈ બડભાગી,
મારે હરિવર સાથે હેતશું લગની લાગી

મારા મનની પૂરી હામ કૃતારથ કીધી,
ભવ બૂડતાં મારી બાંહ્ય ગ્રહીને લીધી

મારા મનમાં વસિયા માવ તાપ સર્વે ટાળ્યા,
મને મગન કરી મહારાજ દુર્ગપુર ચાલ્યા

મને કરવું ન સૂઝે કામ કહો કેમ કરીએ,
જબ મિલે ન સહજાનંદ ઠામ ક્યાં ઠરીએ

એ સુખની શી કહું વાત કહી નથી જાતી,
એ સુખ સંભારતાં આજ ફાટે મારી છાતી

કહે યોગાનંદ મુનિરાય ભજી લો પ્રીતે,
નહિ આવે જમના દૂત શાસ્ત્રની રીતે


Leave a Reply

Your email address will not be published.