38 મારા શ્રીનાથજીને ભારે છે લટકો


મારા શ્રીનાથજીને ભારે છે લટકો
એક હાથ ઉચો રાખતા જાય,
વૈષ્ણવને દુરથી બોલાવતા જાય
મારા શ્રીનાથજી ને ભારે છે લટકો.
 
વાકો મુગટ એના શિરપર સોહે,
ભાલે કુમ કુમ તિલક સોહે
મુખપર મોરલી રાખતા જાય,
મીઠા મીઠા સુર વાલો છેડતો જાય
મારા  રીનાથજીને ભારે છે લટકો
 
ગંગાને તીર વાલો ધેનુ ચરાવતો,
કામળિને લાકડિ સાથે જ રાખતો.
નાની સી ધોતિ પેરતા જાય,
અંગે ઉપરણૂ ઉડતુ જાય
મારા શ્રીનાથજી ને ભારે છે લટકો
 
કેડે કંદોરો કટિ મેખલા સોહે,
પાયે જાંજર જિણા જિણા જમકે
નાચતો જાય નચાવતો જાય,
વનમા ગાવલડિ ચરાવતો જાય
મારા શ્રીનાથજીને ભારે છે લટકો
 
જળ ભરવા જાય ત્યારે
પાછળ પાછળ આવતો,
નજર ચુકથી મારા બેડલા રે ફોડતો.
હરખાતો જાય મલકાતો જાય,
મારિ નવરંગ ચુંદડી ભિંજાવતો જાય   
મારા શ્રીનાથજી ને ભારે છે લટકો
 
સાંજ પડે પ્રભુ દોડ એવિ મુકતા,
માતા જસોદાનો ખોળો એ ખુંદ્તા
એ માતા વારણા લેતા જાય,
ચુમ્બન કરિને હરખાતા જાય,
મારા શ્રીનાથજી ને ભારે છે લટકો


Leave a Reply

Your email address will not be published.