મારે ઘેર આવ્યા રે,
સુંદરવર શામળિયો
હરખ ભરી હું હરિને નીરખું,
પિયું પ્રીતમ પાતળિયો
મારે ઘેર આવ્યા…
સુખડું દેવા ને મન હરી લેવા,
અમ પર અઢળક ઢળિયો
મારે ઘેર આવ્યા
જાળવિયું જોબન જે સારુ,
તે અવસર આજ મળિયો
મારે ઘેર આવ્યા
લક્ષ્મીનો -અક્ષરનો- વર લાડકવાયો,
અકળ ન જાયે કળિયો
મારે ઘેર આવ્યા
આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા,
બોલ પોતાને પળિયો
મારે ઘેર આવ્યા
મુક્તાનંદ મોહનવર મળતાં,
ખોયા દી નો ખગ વળિયો
મારે ઘેર આવ્યા