મારુ આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા બિરાજો
છે અરજી તમોને બસ એટલી,
મારા મૃત્યુને શ્રીજી સુધાર જો
મારુ આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા બિરાજો…
જીવનનો ના કોઇ ભરોસો,
દોડા દોડી આ યુગમા
અંતરિયા યે જઇને પડુ જો,
ઓચિંતા મૃત્યુના મુખમા
ત્યારે મારા સ્વજન બની આવજ,
થોડા શબ્દ ધર્મના સુણાવજો
છે અરજી તમોને બસ એટલી,
મારા મૃત્યુને શ્રીજી સુધાર જો
મારુ આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા બિરાજો…
જીવવુ થોડૂ ને જંજાળ જાજી,
એવી સ્થિતિ આ સંસારની
છુટવા દેના આ મરતી વેળાયે
ચિંતા ઘર પરિવારની
ત્યારે દિવો તમે પ્રગ્ટાવ જો,
મારા મોહથી મીડને હટાવજો.
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુને શ્રીજી સુધાર જો
મારુ આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા બિરાજો…