42 કાળા રે કાળા મારા શામળીયા શ્રીનાથજી


કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કટી ઉપર જમણો કર મુકી અમને બાંધયા હાથજી
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
અધરો મલકે પાપણ પલકે, છલકે આખો ચાર રે
અમ્રુત રસની રોમરોમ મા ઉછળે જીણી ધાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
અમ્બોડો વાકો ને પગમા નેપુર નો જણ્કાર રે
કાનો મા કુંડ્ળ તો જાણે વિજળી શો ચમકાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી 
 
મોર કળાયે માથે સોહે મોહિયા નર ને નાર રે
દેવી જીવનો દોટ મુકિને પ્રભુ કરે ઉધાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
વામ ભુજા ઉપર ફેલાવી બોલાવે નિજ દ્વાર રે
નિજ ચરણ નો આશ્રો આપી ભુલાવે સંસાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
શ્રીજીબાવા નંદ દુલારા કરુણા ના કરનાર રે
શ્રાવણી ને અવલમ્બન આપી ઉગારી મજધાર  રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી


Leave a Reply

Your email address will not be published.