હવેલી બંધાવી દઉ શ્રીજી તારા નામની
ધજા ઓ ફરકાવી દઊ હરી તારા નામની
હવેલી બંધાવી દઉ શ્રીજી
રેતીયે પ્રેમ ની લાવી, હુતો લાવી સ્નેહની ઇટો
રેડી ને લાગણીઓ મે,ચણાવી છે ભાવની ભીતો
દીવાલો રંગાવી દઉ, ગોકુલિયા ગામની
ધજા ઓ ફરકાવી દઊ હરી તારા નામની
હવેલી બંધાવી દઉ
માનવ તણા ફળીયે આ, બોલ્યા મે બે બોલે
સત્સંગ ને અપનાવી ને, છોડી મે કુટેવોને
હદય મા કંડારી દઊ,મુરત શ્રીનાથની
ધજા ઓ ફરકાવી દઊ હરી તારા નામની
હવેલી બંધાવી દઉ શ્રીજી