મેવાડના શ્રીજી બાવા, લેવા દર્શનના લાહવા
આવ્યો પ્રભુ હું નાથદ્વાર, દર્શનની દેજો મુને લાણ
મેવાડના શ્રીજી બાવા
હો ગોકુલના ઓ ગિરિધારી, મીઠી સી વેણું બજાવી
સુદબુદ્ ભૂલ્યા રે પ્યારે, વ્રજના સૌ નારને નારી
સુદબુદ્ ભૂલ્યા રે પ્યારે, વ્રજના સૌ નારને નારી
લોકલાજ ગોપીઓ છોડી, આવી સૌવ દોડી રે
લોકલાજ ગોપીઓ છોડી, આવી સૌવ દોડી રે
શ્યામ સુંદર વરને કાજ,
દર્શનની દેજો મુને લાણ
મેવાડના શ્રીજી
મોરમુકુટ માથે સોહે, વૈષ્ણવના મનડા મોહે
રત્ન આભુષણ અંગે, ચિત તો પ્રકૂટીના ભંગે
રત્ન આભુષણ અંગે, ચિત તો પ્રકૂટીના ભંગે
કેસર તીલંક તો ભાલે, ચાલે હસ હસતી ચાલે
કેસર તીલંક તો ભાલે, ચાલે હસ હસતી ચાલે
જોઈ મોહિયા વ્રજના નરને નાર,
દર્શનની દેજો મુને લાણ
મેવાડના શ્રીજી