સખી આજનો લહાવો લીજીએ રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ રે,
કાલે કોને દીઠી છે
ફૂલની ગાદી ને ફૂલના તકિયા
ફૂલના બીછાના બિછાવીએ રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ
સોનાના પારણાને રેશમની દોરી
હરખે શ્રીનાથજી જુલાવિએ રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ
સોનાના સોગઠા ને રેશમની ચોપાટ
હીરલના પાસા ઢળાવીયે રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ
વાણીના મેહુલાને આનંદની હેલી
સુખને સરવડે ભીંજાઈ રે,
કાલે કોણે દીઠી છે