47 શ્રીજી છેલરે છોગાળો


શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળો
મારા મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર
શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળો
મારા મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર
 
શ્રીજી અલબેલો લટકાળો, શ્રીજી રૂપે રંગે કાળો
શ્રીજી યમુનાજી નો ભરથાર મારા ચિતડાનો ચોર
શ્રીજી છેલ રે છોગાળો
 
શ્રીજી ગોપીયોનો પ્યારો, શ્રીજી નંદનો દુલારો
શ્રીજી રાસમા રમનાર મારા ચિતડા નો ચોર
શ્રીજી છેલરે  છોગાળો
 
શ્રીજી ભક્ત્તોનો રખવાળો,
શ્રીજી ગોપીયોનો પ્રાણ પ્યારો
શ્રીજી મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર
શ્રીજી છેલરે છોગાળો


Leave a Reply

Your email address will not be published.