51 પ્રેમ ભરીને હું આવી


પ્રભુ પ્રેમ ભરીને હું આવી
કટોરી ભરી લાવી છુ ગિરધારી
દૂધ ગાયનું કાઢેલ
કટોરી ભરી લાવી છુ ગિરધારી રે
પ્રભુ પ્રેમ ભરીને હું
 
સાકર નાખી મોળી અહી એલચી ચારોડી
દહીં બદામ કેસર ઘોળી
કટોરી ભરી લાવી છુ ગિરધારી રે
પ્રભુ પ્રેમ ભરીને
 
માખણને મિશ્રી લેજો દૂધ પાક પુરીનું કેજો
પ્રભુ જમીને દર્શન દેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને
 
ખારુંને મોળું કેજો જે જોઈંએ તે માંગી લેજો રે
મને વધી પ્રસાદી દેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને
 
ગોકુળયુ ઘેલું કીધું માવે માખણ ભાવે લીધું
ભલે પ્રેમ સહિત દૂધ પીધું
કટોરી ભરી લાવી છુ ગિરધારી રે
પ્રેભુ પ્રેમ
 
શ્રી વલ્લભદાસના સ્વામી ઘટઘટના અંતરયામી
પ્રભુ સંકટમાં સાથ રેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી રે  
પ્રભુ પ્રેમ ભરી


Leave a Reply

Your email address will not be published.