13 સમરૂં મોગલ માં


હે સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે માં
કલિયુગ કારમો જોઈને જાગી,
તું તો શુભ કરણી સાક્ષાત
હે મોગલ મચ્છરાળી રે હે માં
સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે માં

હે ઓખા ભીમરાણા વળી વાંકિયા,
ભગુડા રાણેહર અઢિયાળા ધામ
હે મોગલ મચ્છરાળી રે હે માં
સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે મા

હે દુઃખના હડસેલે ડુંગરાને,
મોગલ પાથરે સુખના પ્રભાત
હે મોગલ મચ્છરાળી રે હે માં
સમરૂં મોગલ છારણી રે હું તો,
માથડાં નમાવી તું ને માં
હે મોગલ મચ્છરાળી રે હે માં

હે કાબરાઉ મણિધર જિંડવામાં,
ઓલા ગરવિયાળા છે ધામ
હે મોગલ મચ્છરાળી રે હે માં
સમરૂં મોગલ છારણી રે તુને,
માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે માં

હે પલટે લેખ ઈતો એના પ્રતાપથી,
જો સુણે ઈ અંતરનો સાદ
હે મોગલ મચ્છરાળી રે હે માં
હે સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે માં

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.