મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ
એક દીવાની દીવેટે રે
તુ કરતી અમારા રે કામ
મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ
દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના
વખતે વેલી આવજે રે
જો જે માડી મોડું ના થાય
મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ
માયાને મુડી અમારું ઈ જરને જવેરાત જો
આયખાનો આધાર મારો જોરાળા જપટી જાય ના
વખતે વેલી આવજે રે
જો જે માડી મોડું ના થાય
મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ
બેઠી તુ બિરદાળી મોગલ આપ્યા તે પરમાણ જો
ખંખેરી ને ખોળે લીધા બચાવ્યા તોળા બાળ જો
કે’દાન કે બિરદાવુ માંગલ માં
તોળા વારણા લઉ વારંવાર.
મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ
માંગલ કરતી અમારા રે કામ
માં તું કરતી અમારા રે કામ
કરતી અમારા રે કામ.