હે મોગલમાં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
મારી આઇલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે ફૂલડે વધાવે તમને દસે રે દિગપાલ જો
ફૂલડે વધાવે તમને દસે રે દિગપાલ જો
મારી આઇલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે મોગલમાં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે એવી ગંગાને જમાના રે આજ હિલોળે છડી છે જો
આવી માંના રે આગમનની આજ આવી રૂડી ઘડી જો
હે ગાંડો રે બનીને ઘુઘવે રત્નાકર રૂપાળો જો
ગાંડો રે બનીને ઘુઘવે રત્નાકર રૂપાળો જો
હે મોગલમાં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મારી આઇલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે એવા આભે રે દેવતાવો ઉભા ફુલડાં વરસાવે રે
હે હાથે લઈ શેષ નાગ મારી મોગલ માં આજ આવે રે
હે પંખીડા ઉડ્યા છે આભે મેલી બચલાનો મોળો રે
પંખીડા ઉડ્યા છે આભે મેલી બચલાનો મોળો રે
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મારી આઇલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે એવા હરણાં ઝરણાને તરણા કોડ્યા છે ઉપવનમાં
એવા મોર રે બપૈયા કોયલ ગુંજે છે આજ વનમાં
આઇલને આવકારવા ફરકે દેવની ધજાયું જો
મોગલને આવકારવા ફરકે દેવની ધજાયું જો
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે લગની રે એ લાગી છે અમને મોગલના દર્શનની
આવી રૂડીઘડી રે એ આવી છે આજમારી માંના રે આગમનની
હે જય કવિ કે આજે અમારી ભક્તિ એ ફળી છે જો
ચારણ કુળમાં જુવો આજે આઇલ અવતરી જો
હે મોગલમાં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
મારી આઇલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો