એ પલભરનો વાયદો ના કરાય
હા ખોટા પાવર ના કરાય
એ પલભરનો વાયદો ના કરાય
ખોટા પાવર ના કરાય
હે મારી માતાનું વેણ પડી જાય
જ્યો મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય
હો મછરાળી આવે તો બધા દુઃખ ટળી જાય
હા જંતર મંતર અહીં ના કરાય
ખોટા સોગંધ ના ખવાય
હે મારી માતાનું વેણ પડી જાય
એ મછરાળી આવે ત્યાં બધા દુઃખ ટળી જાય
એ જ્યાં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય
માં અંતરની વાત જોણે પડતા પુકાર આવે
ભેળીયાવાળી ભગવતી વેળા રે હાચી વાળે
ધાર્યા કોમ પાર પાડે, સમરે વેલી આવે
મોગલ મછરાળી આવી લાજ હૌની રાખે
હા બોલ્યા પછી ક્દી ના ફરાય
હા બોલ્યા પછી ક્દી ના ફરાય
દીધેલા કોલ ના ભુલાય
હે મારી માતાનો દોઢ મળી જાય
એ જ્યાં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય
હો મછરાળી આવે ત્યાં બધા દુઃખ ટળી જાય
એ જોયું સતનું અજવાળું, ત્યાં રાજ ને રજવાડું
હાચા ભાવેથી ભજશો, માં દુઃખ લે પરભાયું
તકદીરનું ટોંણુ વાળ્યું, માં નસીબ પલટી નાખ્યું
મોગલ રે દયાથી મને સુખ મળ્યું સઘળું
હા દેવનું દેણું બાકી ના રખાય
હા દેવનું દેણું બાકી ના રખાય
ખોટા પાવર ના કરાય
હે મારી મોગલનું નોમ જો લેવાય
એ મારી મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય
હો મછરાળી આવે ત્યો વાત પુરી થઇ જાય