17 મોગલના માર્ગે


હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
અરે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી
હે સમય કપરો હતો મારગ મળતો નતો
સમય કપરો હતો મારગ મળતો નતો
મોગલના મઢડે હૂતો આયો મંગળવારથી
હે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
અરે રે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી

હો વેળા વેળાની છાંયડી વેળા વિના ના વળે
સુખનો રે છાંયડો સમય વિના નઈ મળે
હો સમય સુધારજો મારો મોગલ મચ્છરાળી
કંકુ કપાળી માં હાંભળજો કૃપાળી
હે રડતા રુદિયાને ભાળી જાગી માં ભેળીયા વાળી
રડતા રુદિયાને ભાળી જાગી માં ભેળીયા વાળી
અમી નજારો માં એ નાખી રે જ્યારથી
અરે મોગલના માર્ગે હું તો ચાલ્યો રે જ્યારથી
હો બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી

હો સાચી ભાવના ને જાણી અંતરની રે વાત
લેખ બદલી દીધા મોગલે રાતો રાત
હો દયા એવી કરી આખી દુનિયા રઇ દેખતી
કામ મારા કર્યા માં એ એકડે એકથી
હે સુખ છલકાવી દીધું માગ્યું તે માં એ દીધુ
સુખ છલકાવી દીધું માગ્યું તે માં એ દીધુ
મનુ રબારી કે માં મળી રે જયારથી
હે મોગલના માર્ગે હું તો ચાલ્યો રે જ્યારથી
અરે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી
હે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.