ખમ્મા ખમ્મા હો બહુચર માત
માડી હુ તો પ્રેમે ઉતારુ તારી આરતી
બાળા સ્વરુપે તારો વાસ માડી
હુ તો પ્રેમે ઉતારુ તારી આરતી
ખમ્મા ખમ્મા હો બહુચર માત
દરીયાદીલની માડી તારો મહિમા અપરમપાર
તારો પાલવ પકડે એનો પલમા બેડો પાર
હે તારા ચરણો નો હુ તો દાસ માડી
હુ તો પ્રેમે ઉતારુ તારી આરતી
ખમ્મા ખમ્મા હો બહુચર માત
નિરધન ને તુ વૈભવ દેતી દેતી સુખ અપાર
વંશ તણીતુ વેલ વધારે પુત્ર અને પરિવાર
હે સૌના મનડાની પુરે આશ માડી
હુ તો પ્રેમે ઉતારુ તારી આરતી
ખમ્મા ખમ્મા હો બહુચર માત
માડી તારા દર્શન કરતા પાપી પાવન થાય
માડી તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાય
હે ભક્તો ને પાકો વિશ્વાસ માડી
હુ તો પ્રેમે ઉતારુ તારી આરતી
ખમ્મા ખમ્મા હો બહુચર માત