જલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને સ્વીકારો
વીરપુર વાસી કરુ આરતી સ્નેહ ધરી ને સ્વીકારો
જલીયાણ મારા મન મંદિરમા પ્રેમ ધરિને પધારો
ભવસાગરમા ભટ્કી રહીયો છુ જલારામ પાર ઉતારો
જલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને સ્વીકારો
પતીત પાવન અધમ ઓધારણ ત્રીવિધ તાપ નીવારો બાપા
સ્વાદ ભર્યા સંસાર બાપા આશ્રો એક તમારો
જલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને સ્વીકારો
જલારામ મારે દ્વારે આવો દોડી સફળ કરો જનમારો
પ્રેમ ધરિ ને મારે મંદિર પધારો સુંદર સુખડા લેવા બાપા
જલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને સ્વીકારો
મારે આંગણીયે તુલસી નો ક્યારો શાલી ગ્રામની સેવા બાપા
અડ્સઠ તિર્થ જલારામ ને ચરણે ગંગા જમના રેવા બાપા
જલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને સ્વીકારો
જલારામ મળે તો કરિયે સેવા મટે ચોરાસિના ફેરા બાપા
કહે ભક્તો અમને જલારામ વાલા કરિયે તમારી સેવા બાપા
જલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને સ્વીકારો