21 મોગલ વારે વેલી આવશે


હે મોગલ માં હે માં મોગલ માં
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
એ સમરણ કરોને મોગલ વારે વેલી આવશે
વારે વેલી આવશે મોગલ આવીને ઉગારશે
માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે

જે દી સમય નોતો સાથ માં સમય સમયની વાત છે
હતો વિશ્વાસ એતો છોડી ગયા સાથને
હો માં દો રંગી દુનિયા જે દી દગો દઈ જાય છે
અંતરથી યાદ આવે મોગલ તુ આધાર છે
મોગલ તુ આધાર છે
પછી આવે મોગલ આવે માં તો રણની રમનાર છે
આવે મોગલ આવે મોગલ તો રણની રમનાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે

હે મોગલ માં
હે માં મોગલ માં
હે લેખના લખનારે ભલે લખ્યા હોઈ લલાટમા
મોગલ અને પલટી નાખે પલટે પળવારમા
હો માં કવિ કે દાન કે મોગલ એક તુ આધાર છે
તુ તારણ હાર મોગલ તારો આ પ્રતાપ છે
તારો આ પ્રતાપ છે
હે નાભીના ઈ એકજ નાદે વારે વેલી આવશે
વારે વેલી આવશે ને બાળને બચાવશે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.