23 મોગલ આપે એ ખરું


હો મોગલ આપે તે ખરું મારી માતા
હો મોગલ આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા
મારી જોગણી આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા

હો એક જ આશા તારી રાખું મારી માતા
બીજા કોઈ પાહે ના માંગુ મારી માતા
તારા પર પુરે પૂરો હક મારી માતા
હો હો તારા પર પુરે પૂરો હક મારી માતા
તારા પરચાને મારું લક મારી માતા
મારી મોગલ આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા

હો આશરો તારો માં એક જ મારે
મારું જીવન ચાલે ભરોસે માં તારે
હો આશરો તારો માં એક જ મારે
મારું જીવન ચાલે ભરોસે માં તારે

હો એક ટંકનું નતુ ખાણું મારી માતા
એતો હું એકલી જાણું મારી માતા
મારી સઘળી છે તને જાણ મારી માતા
હો મારી સઘળી છે તને જાણ મારી માતા
મારાથી તું છે ક્યાં અજાણ મારી માતા
મારી મોગલ આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા

હો અમી ભરી માં તે નજરું રે નાખી
દુનિયા રઈ જઈ જોતી રે આખી
હો અમી ભરી માં તે નજરું રે નાખી
દુનિયા રઈ જઈ જોતી રે આખી
હો નતુ મારી પાહે ભાડું મારી માતા
કરી દીધ્યુ તે રજવાડું મારી માતા

તારા પ્રતાપે નથી કમી મારી માતા
હો હો તારા પ્રતાપે નથી કમી મારી માતા
મનુ કે દુનિયા નમી મારી માતા
મારી મોગલ આપે તે ખરું મારી માતા
દીપુ કે બીજે ના માંગુ મારી માતા
હો એક જ આશા તારી રાખું મારી માતા
બીજા કોઈ પાહે ના માંગુ મારી માતા

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.