મોગલમાં ધીંગો ધણી,મોગલ માં ને બાપ,
સાજા તાજા સર્વ સુખી,માં મોગલનો છે પ્રતાપ.
મોગલ છેડતા કાળો નાગ,
મોગલ દેવ એવી છે…
મોગલ નામ જ્યાં લેવાય,
ભુત પ્રેત ભાગી જાય,
મોગલ લાખોમાં એક,
દયા ધામ જેવી છે,
મોગલ છેડતા કાળો નાગ…
મા ને આંગળી ના ચિંધાય,
કુડા સોગંધ નો ખવાય,
જ્યારે પંડમા આવે આઇ,
પ્રલય કાળ જેવી છે,
મોગલ છેડતા કાળો નાગ…
મોગલ રીઝે આપે રાજ,
મોગલ ખિજે વાળે દાટ,
મોગલ ચારણ કેરી બાળ,
મોગલ દેવ એવી છે,
મોગલ છેડતા કાળો નાગ…
માને તરવાડો દેવાય,
કાંકણ ભેળિયો પુંજાય,
કવિ આપ ગુણ ગાય,
મારી કુળદેવી છો,
મોગલ છેડતા કાળો નાગ…