એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,
અમને પ્રાણ પ્યારું છે,
પ્રાણ પ્યારું છે એમને અતિશે વહાલું છે.
એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ
પુષ્ટિમાર્ગ પ્રગટાવ્યો,
ત્યાનો તાપ નસાડ્યો,
એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,
અમને પ્રાણ પ્યારું છે….
સેવા માર્ગ ચલાવ્યો,
ભક્તિ માર્ગ વિસ્તાર્યોં,
એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,
અમને પ્રાણ પ્યારું છે…
મેવાડ મધ્યે બિરાજે,
જેનું સ્વરૂપ સુંદર રાચે,
એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,
અમને પ્રાણ પ્યારું છે…
કાંકરોલી મધ્યે બિરાજે,
રૂડી રાય સાગર ગાજે.
એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ
અમને પ્રાણ પ્યારું છે…
ગોકુલમાં ગૌધન ચારી,
વૃંદાવનમાં કુંજ બિહારી
એવું શ્રી શ્રીકૃષ્ણચંદ્રનું નામ,
અમને પ્રાણ પ્યારું છે…