17 કરું કોટિ કોટિ પ્રણામ


કરું કોટિ કોટિ પ્રણામ,
વ્હાલા તારાં ચરણોમાં
મારે અડસઠ તીરથ ધામ,
વ્હાલા તારાં ચરણોમાં

સોનલ વરણો સૂરજ ઊગ્યો,
ઘેર પધાર્યા નાથ રે
આ પૂર્વજન્મનાં પુણ્ય જ ફળિયાં,
પ્રગટ્યું પુણ્ય પ્રભાત
વહાલા તારાં ચરણોમાં..

કેસર, ચંદન, ફૂલ સુગંધિત,
સગમોતીના થાળ
આજ વધાવું શ્રી બાલકૃષ્ણને,
થાય સફળ અવતાર,
વ્હાલા તારાં ચરણોમાં.

કૃપા કરીને નાથ નિહાળો,
એક જ છે મુજ આશ રે,
ભક્તો કર જોડીને ઊભા
જનમ જનમનો દાસ,
વ્હાલા તારાં ચરણોમાં..


Leave a Reply

Your email address will not be published.