ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે એકાદશીનું વ્રત કરવું છે,
મારે ધ્યાન હરિનું ધરવું છે,
મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે….
ધન્ય એકાદશી
નારે એકાદશીનું વ્રત સારું છે,
એ તો પુરુષોત્તમને પ્યારું છે,
એ તો વૈકુંઠમાં લઈ જનારું છે
ધન્ય એકાદશી
ૐ બાર માસ કરે એકાદશી,
તેના અંતરમાં વસે અવિનાશી,
નહિ કરશે તો જાય હાથ ઘસી
ધન્ય એકાદશી
મારે ગંગા ઘાટે જાવું છે,
મારે જમુનાજીમાં નહાવું છે,
મારે ભવસાગર તરી જાવું છે
ધન્ય એકાદશી
જેણે એકાદશીનાં વ્રત કીધાં છે,
તેના ચારે પદારથ સિધ્યા છે.
તેને પ્રભુએ પોતાના માની લીધા છે
ધન્ય એકાદશી
બાર માસ કરે એકાદશી,
તેના અંતરમાં વસે અવિનાશી,
નહિ કરશે તે જાય હાથ ઘસી
ધન્ય એકાદશી